CAA Protest: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ નેટ બંધ, અનેક નેતાઓની અટકાયત

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દિલ્હી (Delhi) માં અનેક વિસ્તારોમાં થઈ રહેલા પ્રદર્શનોના  કારણે મોબાઈલ કંપનીઓએ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ (Internet)  પર પ્રતિંબંધ મૂકયો છે. અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અનેક સંગઠનોએ લાલ કિલ્લા અને મંડી હાઉસ પર પ્રદર્શનની જાહેરાત કરી હતી. ભારતીય એરટેલે કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સરકારી આદેશ મુજબ ઈન્ટરનેટ, એસએમએસ, વોઈસ કોલ પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત દિલ્હીના 17 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા છે. 

CAA Protest: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ નેટ બંધ, અનેક નેતાઓની અટકાયત

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દિલ્હી (Delhi) માં અનેક વિસ્તારોમાં થઈ રહેલા પ્રદર્શનોના  કારણે મોબાઈલ કંપનીઓએ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ (Internet)  પર પ્રતિંબંધ મૂકયો છે. અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અનેક સંગઠનોએ લાલ કિલ્લા અને મંડી હાઉસ પર પ્રદર્શનની જાહેરાત કરી હતી. ભારતીય એરટેલે કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સરકારી આદેશ મુજબ ઈન્ટરનેટ, એસએમએસ, વોઈસ કોલ પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત દિલ્હીના 17 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા છે. 

— ANI (@ANI) December 19, 2019

એક ટ્વીટર યૂઝરનો જવાબ આપતા વોડાફોને ટ્વીટ કરીને જણાવ્યું કે જામિયા, શાહીન બાગ, બવાના, સીલમપુર, જાફરાબાદ, મંડી હાઉસ, જૂની દિલ્હીના કેટલાક ભાગોમાં સેવાઓ બંધ કરાઈ છે. જેના કારણે તમે રાતે એક વાગ્યા સુધી અમારી સેવાઓનો ઉપયોગ નહીં કરી શકો. 

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં આજે દિલ્હીમાં લાલ કિલ્લા સ્થિત પ્રદર્શન કરી રહેલા અનેક પ્રદર્શનકારીઓને પણ અટકાયતમાં લેવાયા.  પોલીસે સ્વરાજ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ, જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ, અને તેના સાથીઓની પણ અટકાયત કરી. ખાલિદ પોતાના સાથીઓ સાથે લાલ કિલ્લાથી આઈટીઓ સ્થિત શહીદ પાર્ક જવા માંગતો હતો. 

— ANI (@ANI) December 19, 2019

મળતી માહિતી મુજબ લાલ કિલ્લા પર આજે ભારે સંખ્યામાં લોકો ભેગા તો થઈ ગયા પરંતુ પોલીસ તેમને ત્યાં થોભવા દીધા નહીં. અનેક લોકોની અટકાયત કરાઈ. પોલીસ અત્યાર સુધીમાં લગભગ 18 બસો ભરીને લોકોની અટકાયત કરીને લઈ ગઈ. આ માટે અગાઉથી જ ઈન્તેજામ કરાયા હતાં. હજુ પણ લગભગ 30 બસો લાલ કિલ્લામાં અંદર ઊભી  છે. જે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યાં છે તેમાં વિદ્યાર્થીઓ- વૃદ્ધો અને મહિલાઓ પણ સામેલ છે. પ્રદર્શન કરવા આવેલા સ્વરાજ ઈન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવ અને લેફ્ટ નેતા ડી રાજાની પણ અટકાયત કરવામાં આવી છે. 

જુઓ LIVE TV

દિલ્હી પોલીસને મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 જગ્યાઓ પર પ્રદર્શન કરવાની યોજના છે. આ જગ્યાઓ જંતર મંતર, જામિયાનગર, સંસદ માર્ગની પાસે, લાલ કિલ્લો, મંડી હાઉસ, રાજઘાટ અને કાલિન્દી કૂંજ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news